35 - આવ્યું પતંગિયું / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
મારાં ફૂલડાંની નાનકડી ડાળે,
કે એક એક આવ્યું પતંગિયું,
એ તો આવ્યું આવ્યું ને કૈંક નાચ્યું,
કે અંગ અંગ રંગ્યું પતંગિયું.

લીલૂડી ધરતી પર સોનેરી જાજમ.
વનવનના વાયરા આવે ત્યાં રૂમઝૂમ.
છાનું છાનું ત્યાં કોક નાચંતું છુમ છુમ,
ફૂલડાંની રંગભરી થાળે,
કે એક એક આવ્યું પતંગિયું.


એકે ભાળ્યું ને એક આવ્યું ત્યાં ગુપચુપ,
એકે ઝાલ્યું ને એકે પંપાળ્યું બુચ બુચ,
એકે છોડ્યું ને એને કીધું રે ઊડ ઊડ,
આનંદી આભ કેરી પાળે,
કે એક એક આવ્યું પતંગિયું.0 comments


Leave comment