47 - અત્યંત ખાનગી હશે જે વાત એ વિષે / આદિલ મન્સૂરી


અત્યંત ખાનગી હશે જે વાત એ વિષે,
જાહેરસભા ભરાય છે માણેકચોકમાં.

કિલ્લાના કાંગરાઓથી ઉતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં.

રંગીન પાલવોમાં પવન મ્હેક પાથરે,
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં.

ઉઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી,
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં.


0 comments


Leave comment