59 - એક સવારે / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ? મુજને...

કિરણ તણી કોમલ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એનાં સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ? મુજને...0 comments


Leave comment