62 - આલ્લે લે.... / દિલીપ જોશી
આલ્લે લે ! સપનાને ફૂટી પાંખો સપનાં ફરરર કરતા ઊડ્યા !
આલ્લે લે ! કોઈ સોનપરીની પાછળ રસ્તા ફરરર કરતા ઊડ્યા !
આલ્લે લે ! ઝાકળમાં ઝળહળ થઈને તડકો ફૂલો ઉપર છલકે છે
આલ્લે લે ! કોઈ કંકુવરણું તળાવ વચ્ચે ઝરમર ઝરમર મલકે છે.
આલ્લે લે ! ઓચિંતા ક્યાંથી પંખી, જંગલ, વૃક્ષો, ટહુકા ફરરર કરતાં ઊડ્યા
આલ્લે લે ! આ સીમ બાપડી પલકારામાં બીડી થઈને સળગે છે !
આલ્લે લે ! ઘર જેવી ઈચ્છા રસ્તાને અંધારું થઈને વળગે છે !
આલ્લે લે ! પગમાં અટવાતું અણસારાનું ગામ અમે ક્યાં ફરરર કરતાં ઊડ્યા ?
આલ્લે લે ! સપનાને ફૂટી પાંખો સપનાં ફરરર કરતા ઊડ્યા !
0 comments
Leave comment