1 - બળતી મીણબત્તીને ફૂંક મારી / દિલીપ ઝવેરી


બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
          ખોવા જેવું કંઈ નથી.'
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.
*
‘પરબ', નવેમ્બર ૨૦૦૩


0 comments


Leave comment