16 - ધોળા બરફમાં થીજી જતાં બચવા / દિલીપ ઝવેરી


ધોળા બરફમાં થીજી જતાં બચવા
અમાપ અંતરો લગી ઊડ્યે જતાં
નામહીને પંખીઓ જેવા શબ્દો માટે
લીલાકાચ નળ સરોવર સમાન
જે વાટ જોયા કરે
       તે કવિતા.
*
‘શબ્દસૃષ્ટિ', માર્ચ ૨૦૦૪


0 comments


Leave comment