38 - જ્યાં અને ત્યાં આરસી સામે ધરે / ચિનુ મોદી


જ્યાં અને ત્યાં આરસી સામે ધરે
એક માણસ કેટલી ફેરા મરે ?

મેં પથારી પાથરી રાખી હતી
સ્વપ્ન આવી, પોઢી પગ લાંબા કરે.

ગામમાં ઘર, સીમમાં ખેતર હતું
બેય સ્થાને ચાડિયા ચોકી ભરે.

ઝાડને ચોંટાડી આપ્યું પાંદડું
ખાલીપો ભરવા ફરી ક્યાં કરગરે ?

શોધ કાયમની ‘ચિનુ’ વળગી હતી
કોણ ઇચ્છે તો સમય પાછો ફરે ?


0 comments


Leave comment