52 - વૃક્ષને સમજાય એવું સૂર્ય બોલે છે ખરો ? / ચિનુ મોદી


વૃક્ષને સમજાય એવું સૂર્ય બોલે છે ખરો ?
જે મને પૂછી રહ્યો છે એ જ પોતે છે ખરો ?

હાથ પેઠે સ્પર્શ એનો સાચવું શું કામ હું ?
પૂર ઊતરેલી નદીને કોઇ ટોકે છે ખરો ?

છે ગલત કે પ્હાડ છે, આ પાણી છે, આ પથ્થરો
આ બધું ખોવાય તો પણ કોઇ શોધે છે ખરો ?

કેટલું અઘરું જીવન ‘ઇર્શાદ’ તું જીવી રહ્યો ?
બાકી પડછાયો કબર ક્યારેય ખોદે છે ખરો ?

તું અવાજોની પરખ ભૂલી ગઈ છે ત્યારથી
દ્રશ્યના સંબંધ પણ ‘ઇર્શાદ’ તોડે છે ખરો .


0 comments


Leave comment