2 - નિવેદન / ઉઘાડ / ધીરુ પરીખ


મારા આ પ્રથમ સંગ્રહમાં છેલ્લા એક દાયકામાં પ્રકટ થએલાં કાવ્યોમાંથી પસંદ કરીને કેટલાંક મૂક્યાં છે ત્યારે એ કાવ્યો આ પૂર્વે જે સામયિકોમાં પ્રકટ થયાં હતાં તે ‘કુમાર’, ‘કવિલોક', ‘કવિતા’, ‘સમર્પણ’, ‘બુદ્ધિપ્રકાશ’ વગેરેનો સાભાર ઉલ્લેખ કરું છું. આ કાવ્યોને ગ્રંથસ્થ કરતી વખતે કેટલીક રચનાઓમાં થોડા ફેરફાર પણ કર્યા છે. જમાને જમાને બદલાતી રુચિ વચ્ચે પણ અડીખમ ઊભી રહી શકે તે સાચી ‘કવિતા’. એના ભાવનનો આનંદ જો અહીંથી પામી શકાશે તો તે મારો પણ સર્જનોત્તર આનંદ હશે.

મુખપૃષ્ઠ માટે શ્રી અશ્વિન મહેતાએ છબીનો ઉપયોગ કરવા દીધો છે તે બદલ એમનો અને મુખપૃષ્ઠ પરના અક્ષરો તૈયાર કરી આપવા બદલ શ્રી બિહારીલાલ ટાંકનો આભારી છું.

- ધીરુ પરીખ


0 comments


Leave comment