3 - હું વેરાન / ધીરુ પરીખ


ગ્રહ્યું જરી જ્યાં ફૂલ ડાળ પે,
ઊખડ્યો આખો છોડ સમૂળો;
સરક્યો, પૂગ્યો
મુજમાં ઊગ્યો
વનવનનો વિસ્તાર....

રગરગમાં શી ડોલે ડાળેડાળ !
રોમરોમમાં લ્હેરે પર્ણો,
લોચન–ઊઘડ્યાં ફૂલ મહીંથી
ઊડે દૃષ્ટિની સુગંધ-સેર...

હું વનમાં
જ્યાં શોધું મુજને
ત્યાં લીધું મેં ફૂલ ખણીને.......
હણી લીઢો વનનો વિસ્તાર,
હું વેરાન......


0 comments


Leave comment