6 - ફોરાં / ધીરુ પરીખ


ગોરંભ્યું આકાશ ઝર્યું
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરાં !

તદપિ ભીતર ભીંજ્યુ એવું –
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસ નસમાં ઊછળ્યાં
નિર્ઝર નિર્બંધ;
ભીતર-ધરણી આખી
લીલંલીલી;
રોમરોમમાં તૃણશ્રી ખીલી.
તરડાએલું હતું વિસ્તર્યું
ચારે પાસ સુકાણ :
આજ અચાનક થોડાં ફોરે
લોઢલોઢનું તાણ !


0 comments


Leave comment