2 - હું / ધીરેન્દ્ર મહેતા
હું જ ફૂલું ને ફાલું,
હું મારી અંદર મહાલું !
કિરણ અડીને ચાલી ગયું : એને મારા સલામ !
ઝાકળ દડીને ખાલી થયું : એને મારા સલામ !
આમથી આવી પવન હમણાં ઊડી ગયો છે આમ !
હુંયે સૌ સંગાથે ચાલું !
નભથી કાંઈ રંગ ખરે : એને ભાઈ, હિલ્લોળો !
ધરતી કાંઈ ગંધ ઝરે : એને બાઈ, હિલ્લોળો !
પંખીના કલશોર મહીં હિલ્લોળો હું હિલ્લોળો !
હરુંફરું ના કંઈયે ઝાલું !
૩૧-૭-૧૯૮૩
0 comments
Leave comment