3 - ત્રણાનુબંધ / ધીરેન્દ્ર મહેતા


ભલે ભલે ઝળઝળિયાંજી !
તમે આવિયાં, મળિયાંજી !

તમે આવડાં પણ માલીપા મણકાઓનો ભાર,
અમને લાગે તમે અમારા ભવભવનો અવતાર;
તમ વિણ બોલો, કોઈ અમારો બીજો છે શણગાર ?
ખમ્યાં? અમે ખળખળિયાંજી,
ભલે ભલે ઝળઝળિયાંજી !

ઓળખિયાં તમને આછેરા પાંપણને અજવાસ,
દેખવું મેલી સઘળું બીજું દીધો તમને વાસ;
શ્વાસને એક જ સેલારે આપણ આવ્યાં પાસ,
તમે – અમે ઓગળિયાંજી,
ભલે ભલે ઝળઝળિયાંજી !

૨૧-૭-૧૯૮૩


0 comments


Leave comment