નલિન રાવળ

નલિન રાવળ

જન્મ તારીખ :  03/17/1933
જન્મ સ્થળ :  અમદાવાદ
અભ્યાસ :  --> પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં.
--> માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં.
--> ૧૯૫૪માં મૅટ્રિક.
--> ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ.
--> ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ.
વ્યવસાય :  --> ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન
--> બી.ડી. આટ્સૅ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક.
જીવન ઝરમર :  --> રાજેન્દ્ર-નિરંજનની અનુગામી પેઢીના સત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે.
પુસ્તક :
અનુવાદ : ૧) સિંધી સાહિત્યનાં ઈતિહાસની રૂપરેખા (૧૯૭૭)
૨) ઝંઝા : શેક્સપિયરનાં નાટક ટેમ્પેસ્ટનો અનુવાદ (૧૯૯૨)
કાવ્યસંગ્રહ : ૧) ઉદ્ગાર (૧૯૬૨)
૨) અવકાશ (૧૯૭૨)
૩) લયલીન (૧૯૯૬)
૪) મેરી ગો રાઉન્ડ (૨૦૦૦)
૫) આહલાદ(૨૦૦૮)
૬) આફ્રિકન સફારી કાવ્યો (૨૦૦૯)
૭) સૌરભ (૨૦૧૫)
૮) અવકાશપંખી (સમગ્ર કવિતા : ઉદ્ગારથી સૌરભ સુધી : સંપાદક - યોગેશ જોષી) (૨૦૧૫)
૯) મનોવિહાર (૨૦૧૭)
૧૦) આષાઢ સંગીત (૨૦૧૮)
નિબંધસંગ્રહ : અનુભાવ (૧૯૭૫)
પ્રકીર્ણ : ૧) વિદેશ વાડ્મય (યુરોપીય કવિતાનાં પુસ્તકોનો પરિચય) (૨૦૦૩)
૨) ડેન્ટિની કવિતા (પરિચય પુસ્તિકા) (૨૦૦૮)
૩) ગ્રીક મહાકાવ્યો ઇલિયડ - ઓડિસી અને રોમન મહાકાવ્ય ઇનિડ (પરિચય પુસ્તિકા) (૨૦૧૫)
વાર્તાસંગ્રહ : સ્વપ્નલોક (૧૯૭૭)
વિવેચન : ૧) પાશ્ચાત્ય કવિતા (૧૯૭૩)
૨) કવિતાનું સ્વરૂપ (૨૦૦૧)
સંપાદન : પ્રિયકાંત મણિયાર
સન્માન :  ૧) ગુજરાતી સાહિત્ય પરિષદનાં ચાર પુરસ્કાર (લયલીન, મેરી ગો રાઉન્ડ, આહલાદ અને સૌરભ પુસ્તકો માટે)
૨) ઉશનસ એવોર્ડ
૩) કવીશ્વર દલપતરામ એવોર્ડ - ૨૦૧૦
૪) નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૩
૫) રણજિતરામ સુવર્ણચન્દ્રક - ૨૦૧૩