
આદિલ મન્સૂરી
જન્મ તારીખ : | 05/18/1936 | ||||
---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | અમદાવાદ | ||||
મૃત્યુ તારીખ : | 11/06/2008 | ||||
મૃત્યુ સ્થળ : | ન્યુજર્સી, અમેરીકા | ||||
અભ્યાસ : | ૧) પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં ૨) માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં કર્યો. | ||||
વ્યવસાય : | ૧) પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર અને ૨) ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી ૩) ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. ૪) છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો. | ||||
જીવન ઝરમર : | ૧) તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. ૨) બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. ૩) દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાંચી જવાનો નિર્ણય લીધો. ૪) ૮ વર્ષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને અમદાવાદમાં વસ્યા હતા. ૫) અમદાવાદમાં આવ્યા પછી તેમણે ગુજરાતી ભાષામાં લખાણો, કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી. ૬) અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી ‘મળે ન મળે’ રદીફવાળી ગઝલ લોકપ્રિય થઈ છે. ૭) ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટૂંકા છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુક્તકો પણ એમણે આપ્યાં છે. ૮) આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા ચિત્રકાર પણ હતા અને કેલીગ્રાફીમાં નિપુણ હતા. ૯) ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું. ૧૦) મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તેઓની લોકપ્રિય ગઝલ છે. ૧૧) ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. | ||||
પુસ્તક : |
|
||||
સન્માન : | ૧) કલાપી પુરસ્કાર - ૧૯૯૮ ૨) વલી ગુજરાતી પુરસ્કાર - ૨૦૦૮ |