સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)

જન્મ તારીખ :  01/26/1874
જન્મ સ્થળ :  લાઠી - જિ. અમરેલી
મૃત્યુ તારીખ :  06/09/1900
મૃત્યુ સ્થળ :   લાઠી - જિ. અમરેલી
કુટુંબ :
પત્ની : રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
પત્ની : આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
પત્ની : શોભના – રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના
અભ્યાસ :  --> ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ, રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
--> અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
જીવન ઝરમર :  --> ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫)
--> નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
--> માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
--> આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
--> રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
--> શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
વરિષ્ઠ સાહિત્યકારોની સાથે મિત્રતા
--> સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
--> ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરેણા જેવી રચનાઓ કરેલી. (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ)
--> મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
--> મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
--> ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ. (જેના વિષે એમ કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
પુસ્તક :
કાવ્યસંગ્રહ : કલાપીનો કેકારવ
પ્રવાસ લેખન સંગ્રહ : કાશ્મીરનો પ્રવાસ