ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર

જન્મ તારીખ :  04/13/1965
જન્મ સ્થળ :  ભરૂચ
કુટુંબ :
પત્ની : ચારુ ઠાકર
સંતાન : બે દીકરીઓ : જાનકી અને માનસી
અભ્યાસ :  સીવીલ ઇજનેર
વ્યવસાય :  એલ.આઇ.સી.માં એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટમાં છેલ્લા 30 વર્ષોથી.
જીવન ઝરમર :  નર્મદ સાહિત્ય સભા, રાષ્ટ્રીય કલાકેન્દ્ર, કાવ્યસંપદા, ગઝલ સાધના વગેરે સુરતની સ્થાનિક સંસ્થામાં સક્રિય સભ્ય...

ઇન્ટરનેટ પરનાં ઇ મેગેઝીન " સન્ડે મ્હેફિલ " નાં કવિતા વિભાગનાં સંપાદક

10 વર્ષથી સુરતની સરસ્વતી વિદ્યાલયમાં કાવ્યોત્સવ દ્વારા ઉત્સુક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે છંદ શિક્ષણ અને કાવ્યપઠન તાલિમ..

સમગ્ર ગુજરાત, મુંબઇ તેમજ વિદેશમાં અબુદાબી ખાતે પૂ.મોરારિબાપુની કથામાં કાવ્યપાઠ કર્યો.
કવિ સંમેલન /મુશાયરા પ્રવૃત્તિ દ્રારા ગુજરાતી ગઝલ અને ગુજરાતી ભાષાનાં પ્રચાર પ્રસારમાં પ્રવૃત..

જાણીતા વર્તમાનપત્ર ગુજરાત ગાર્ડિયનમાં કટાર લેખન કર્યું.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : 1) મારા હિસ્સાનો સૂરજ (2006)
2) વહાલ વાવી જોઇએ (2010)
સન્માન :  1) આઇ.એન.ટી. સંસ્થા મુંબઇ દ્વારા શયદા એવોર્ડ
2)ઞુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્રારા શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર " મારા હિસ્સાનો સૂરજ"
3) સાહિત્ય સંગમ સુરત દ્રારા મનહરલાલ ચોકસી પારિતોષિક
4)રાષ્ટ્રીય કલાકેન્દ્ર સુરત દ્રારા યુવા સાહિત્યકાર પુરસ્કાર