
ભગવતીકુમાર શર્મા
જન્મ તારીખ : | 05/31/1934 | ||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | સુરત, ગુજરાત | ||||||||||||||||||||||||||
કુટુંબ : |
|
||||||||||||||||||||||||||
અભ્યાસ : | બી.એ. પ્રથમ વર્ગ તદુપરાંત સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાંના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈ.સ.૨૦૦૦ માં ‘ડોકટર ઓફ લેટર્સ – ડી.લિટ.’ની માનદ પદવી અર્પણ. | ||||||||||||||||||||||||||
વ્યવસાય : | ઈ.સ.૧૯૫૪ થી સુરતના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગ સાથે સંલગ્ન. ઈ.સ. ૧૯૯૪ માં સહાયક તંત્રી પદેથી નિવૃત થયા પછી પણ ‘ગુજરાતમિત્ર’માં સક્રિય, જીવનમાં એક જ નોકરી કર્યાનો વિકરા. ‘ગુજરાતમિત્ર’માં હજારોના હજારો તંત્રી લેખો અને અન્ય લેખો લખવા ઉપરાંત પત્રકારત્વની પ્રાય: સર્વ શાખાઓમાં સક્રિય કામગીરી. | ||||||||||||||||||||||||||
જીવન ઝરમર : | સંસ્થાકીય પ્રવૃત્તિઓ : ૧) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ૨૦૧૦ થી ૨૦૧૨. ૨) સુરતની ‘નર્મદ સાહિત્ય સભા’ના પ્રમુખ ૩) ‘ભારતીય જ્ઞાનપીઠ’ની ગુજરાતી ભાષાની સલાહકાર સમિતિનાં પૂર્વ સંયોજક ૪) સુરતના ‘નર્મદ પુસ્તકાલય’ની સલાહકાર સમિતિના સદસ્ય ૫) ‘અખિલ હિન્દ મહિલા પરિષદ’ સુરત શાખાના સલાહકાર સમિતિના પૂર્વ સદસ્ય ૬) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના પૂર્વ મંત્રી. ૭) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના કલકત્તા અધિવેશનના વિભાગીય અધ્યક્ષ ૮) ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પૂર્વ નિયુક્ત સદસ્ય. ૯) ‘આકાશવાણી – અમદાવાદ’ કેન્દ્રની સલાહકાર સમિતિના પૂર્વ સદસ્ય ૧૦) સુરત રોટરી ક્લબના ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષના માનદ સદસ્ય. | ||||||||||||||||||||||||||
પુસ્તક : |
|
||||||||||||||||||||||||||
સન્માન : | સન્માનો - પુરસ્કારો : ૧) કુમાર સુવર્ણચંદ્રક – ૧૯૭૭ ૨) નવચેતન ચંદ્રક – ૧૯૭૭ ૩) ગોવર્ધનરામ પુરસ્કાર – ૧૯૮૧ (ઊર્ધ્વમૂલ નવલકથાને) ૪) રણજિતરામ સુવર્ણચંદ્રક – ૧૯૮૪ ૫) ક્રિટીક્સ એવોર્ડ – ૧૯૮૬ (‘અડાબીડ’ વાર્તાસંગ્રહને) ૬) ક્રિટીક્સ એવોર્ડ – ૧૯૮૭ (‘અસૂર્યલોક’ નવલકથાને) ૭) ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર – ૧૯૮૮ (‘અસૂર્યલોક’ નવલકથાને) ૮) નંદશંકર એવોર્ડ – ૧૯૯૪ (નર્મદ સાહિત્ય સભા દ્વારા – ‘અકથ્ય’ વાર્તાસંગ્રહને) ૯) દર્શક પુરસ્કાર – ૧૯૯૬ ૧૦) નચિકેતા પારિતોષિક – ૨૦૦૦ ૧૧) કલાપી પુરસ્કાર – ૨૦૦૩ (આઈ.એન.ટી. મુબઈ દ્વારા) ૧૨) સ્વામી સચ્ચિદાનંદ સન્માન – ૨૦૦૩ (ગુ.સા.પ. દ્વારા) ૧૩) લાઈફ ટાઈમ અચીવમેન્ટ મેઘાણી પુરસ્કાર – ૨૦૦૫ (મેઘાણી સાહિત્ય સભા – સુરત તરફથી) ૧૪) ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ – ૨૦૦૮ (ફીલિંગ્સ સામાયિક દ્વારા) ૧૫) નરસિંહ મહેતા એવોડ – ૨૦૧૧ ૧૬) વલી ગુજરાતી ગઝલ એવોર્ડ – ૨૦૧૨ ૧૭) હરીન્દ્ર દવે પુરસ્કાર – ૨૦૧૨ ૧૮) નર્મદ ચંદ્રક – ૨૦૧૨ (આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ને) ૧૯) ગુજરાત ગૌરવ પુરસ્કાર – ૨૦૧૩ (ગુ.સરકાર તરફથી) ૨૦) સાહિત્ય શિરોમણી એવોર્ડ – ૨૦૧૪ (ડી.ડી. ગિરનાર) ૨૧) શ્રેષ્ઠ સાહિત્યકાર સન્માન (સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – સુરત દ્વારા) ૨૨) ગુર્જર રત્ન એવોર્ડ ૨૩) શ્રેષ્ઠ સાહિત્યકાર-પત્રકાર સન્માન – ગુજરાત સરકાર તરફથી ૨૪) સ્વ.કંચનલાલ મામાવાળા પુરસ્કાર –(રાષ્ટ્રીય કલાકેન્દ્ર – સુરત દ્વારા) ૨૫) સ્વ. બટુકભાઈ દીક્ષિત પુરસ્કાર (પત્રકારત્વ) ૨૬) શેખાદમ આબુવાલા પુરસ્કાર (પત્રકારત્વ) ૨૭) શ્રી બાબુભાઈ શાહ પુરસ્કાર(પત્રકારત્વ) ૨૮) યજ્ઞેશ શુક્લ સન્માન (પત્રકારત્વ) ૨૯) સુરતની વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માન (સુરત શહેર પત્રકાર સંઘ દ્વારા) ૩૦) મુંબઈ તથા ગુજરાત રાજ્યનાં પારિતોષિકો મેળવનાર પુસ્તકો : (૧) ‘દીપ સે દીપ જલે’ (૨) ‘હૃદયદાન’ (૩) ‘પડછાયા સંગ પ્રીત’ (૪) ‘ન કિનારો ન મઝધાર’ (૫) ‘વ્યક્તમધ્ય’ (૬) ‘વ્યર્થ કક્કો છડ બારાખડી’ (૭) ‘ઊર્ધ્વમૂલ’ |