કિરણસિંહ ચૌહાણ

કિરણસિંહ ચૌહાણ

જન્મ તારીખ :  10/07/1974
અભ્યાસ :  ૧) એમ.એ.
૨) બી.એડ.
વ્યવસાય :  ૧) પાંચ વરસ પત્રકાર
૨) પછી સાત વરસ શિક્ષક તરીકે ફરજ બબજાવી.
૩) હવે હાલ ફુલટાઇમ સ્ક્રિપ્ટલેખન, એન્કરિંગમાં વ્યસ્ત અને પોતાની પુસ્તક પ્રકાશન સંસ્થા ‘સાંનિધ્ય પ્રકાશન’ દ્વારા સાહિત્યિક પુસ્તકો પ્રકાશિત કરે છે.
જીવન ઝરમર :  – સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન અને છત્તીસગઢ સુધી કવિસંમેલનો ગજવ્યા છે.
– આકાશવાણી અને દૂરદર્શનના માન્ય કવિ
– ગુજરાતી ફિલ્મના ગીતો તેમજ સંવાદ લેખન લખ્યાં
– પ્રસિદ્ધ ગાયક મનહર ઉધાસે એક ગઝલ સ્વરબદ્ધ કરીને ગાઇ છે.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) સ્મરણોત્સવ(ગઝલસંગ્રહ),
૨) મિજાજ (ગઝલસંગ્રહ),
૩) ફાંફાં ન માર (હઝલસંગ્રહ)
પ્રકીર્ણ : ૧) ‘અળવીતરા સવાલોના અવળચંડા જવાબો’ (એક રમૂજી પ્રશ્નોત્તરીનું પુસ્તક)
સંપાદન : ૧. મત્લાનગર (ગઝલના યાદગાર મત્લાનું સંપાદન)
૨. ઊર્મિસભર અછાંદસ કાવ્યો (હૃદયસ્પર્શી અછાંદસ કાવ્યોનું સંપાદન)
૩. મહેશ દાવડકરની મનમોહક ગઝલો
૪. મર્મભરી મટુકી (નાનકડી બોધકથાઓ)
સન્માન :  ૧) શયદા એવોર્ડ - ૨૦૦૬ (આઇએનટી, મુંબઇ દ્વારા)
૨) શ્રેષ્ઠ યુવાસાહિત્યકાર પુરસ્કાર - ૨૦૦૭ (રાષ્ટ્રીય કલાકેન્દ્ર સુરત દ્વારા)
૩) ‘આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ધ યર–૨૦૦૧‘ એવોર્ડ (જેસીઝ ક્લબ દ્વારા)
૪) ‘કલારત્ન’ એવોર્ડ એનાયત - ૨૦૧૬ (ગુજરાત કલાપ્રતિષ્ઠાન દ્વારા)